શિક્ષણ…

શાળાએ માત્ર શિક્ષણ આપવાનું કાર્ય કરીને સંતોષ માનવાનું નથી. પરંતુ સાચું શિક્ષણ કે જે તેને જીવનભર યાદ રહે. ખરા અર્થમાં તેને એ શિક્ષણ જીવનરૂપી ઈમારત બનાવવા અથવા ઘડવામાં પાયાના પથ્થર તરીકે ઉપયોગી બને તેને જ સાચી કેળવણી કહી શકાય. જેનાથી બાળકનો સર્વાંગી વિકાસ થઈ શકે.

આવા સાચા શિક્ષણથી જ શાળા, ઘર, સમાજ, દેશનું સાચું ઘડતર થઈ શકે. દેશ અને સમાજની સંસ્કૃતિ (વારસા)નું જતન કરવું હશે તો ચાલો આપણે સૌ આ પ્રવાહમાં જોડાઈએ અને એ પ્રવાહને વિરાટ રૂપ, આપીએ તો ચોકકસ આપણે આપણા બાળકને સર્વાંગી વિકાસ અવશ્ય પુરું પાડી શકીશું.

શાળાના સ્ટાફગણની શ્રેષ્ઠ કામગીરી અને તેના શોખ, તેની ઈત્તર પ્રવૃત્તિઓ વગેરેને વેગ આપવાનો પણ એક નાનો પ્રયાસ કરે છે.

વાલજીભાઈ જે. મહેશ્વરી
આચાર્યશ્રી, આર.ડી.
પ્રાથમિક શાળા

શાળાનો ઈતિહાસ

ઈ.સ. ૧૯૦૮, આઠમી ફેબ્રુઆરી ના શ્રી રણશીભાઈ દેવરાજભાઈ નામે આ ઇંગ્લિશ સ્કુલ શરૂ કરવામાં આવી. ઉત્તરોત્તર વિકાસ કરતી આ શાળામાં ધોરણ પ થી ૭ ના વર્ગો શરૂ કરવામાં આવ્યા. આ શાળામાં લેવાતી પરીક્ષાઓ ધ્વારા જે પરિણામ હાંસલ થતું તે હમેંશાં ઉચ્ચકોટિનું રહયું છે.

ઈ.સ. ર૦૦૧, ર૬ મી જાન્યુઆરી ના વિનાશક ધરતીકંપ આ શાળાના મકાનના પાયા હચમચાવી નાખ્યાં. આથી શાળાનું મકાન અસરગ્રસ્ત બનતા શાળાએ આર.ડી. ઇગ્લીંશ સ્કુલમાં પ્રસ્થાત કર્યું. તે જ સમયે મુન્દ્રાના વાલીઓની માંગણીને માન આપી જૂન ર૦૦૧ થી શાળામાં ધોરણ ૧ થી ૪ ના વર્ગો શરૂ કરી આ શાળા આશરે ૪પ૦ વિદ્યાર્થીઓથી પાયાનું શિક્ષણ આપતી શાળા તરીકે કાર્યરત થઈ હતી.

 હાલે આ શાળા ૭૬પ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવે છે.

શેઠ શ્રી આર.ડી. એજયુકેશન ટ્રસ્ટ

 આ ટ્રસ્ટની સ્થાપના ૮ મી ફેબ્રુઆરી ૧૯૦૮ ના રોજ કરવામાં આવી હતી. મુન્દ્રા શહેરમાં શિક્ષણ ક્ષોત્રે આ ટ્રસ્ટનું પ્રધાન સહુ કોઈ જાણે છે. આ ટ્રસ્ટના હસ્તે

(૧) આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ

(ર) શ્રી એસ. ડી. શેઠીયા કોલેજ ઓફ એજયુકેશન

(૩) શ્રી લખમશી નથુ. અધ્યાપન મંદિર (પી.ટી.સી. કોલેજ)

(૪) વેજુબાઈ લક્ષમીચંદ પૂર્વ પ્રાથમિક અધ્યાપન મંદિર

(પ) શેઠ આર. ડી. ઉચ્ચતર માધ્યમિક શાળા

(૬) શ્રી સી.ક.એમ. કન્યા વિધ્યાલય

(૭) શેઠ આર. ડી. પ્રાથમિક શાળા

(૮) શ્રી મધુબાલ મંદીર (બાલમંદિર) આ ટ્રસ્ટ હસ્તક ચાલે છે.